ભાઈઓ તેમજ બહેનો,
ધી માંડવી મર્કેન્ટાઇલ કો-ઑપરેટિવ બેન્ક લિમિટેડના ઈ-વર્જન ઉપર આપ સૌનું હર્ષની લાગણી સાથે સ્વાગત છે. હું આપના દ્વારા બેંક પ્રત્યેની આપની રૂચીને બિરદાવું છું. આપ વિદિત છો કે આપણી બેંક વિવિધ ક્ષેત્રોમાં અનુકરણીય નાણાકીય સુગમતા તેમજ ઉચ્ચ પરિમાણ જાળવેલ છે. - જે અમારા સન્માનિત સભ્યો અને મૂલ્યવાન ગ્રાહકો દ્વારા બેંક પત્યે દર્શાવેલ સહકાર અને આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
મિત્રો, મને ગર્વ છે કે બેન્કના મેનેજમેન્ટે વર્ષોથી અમારા મૂલ્યવાન ગ્રાહકોને ગુણવત્તા પૂર્વકની સેવાઓ પૂરી પાડવા માટે ઊંડો રસ દાખવેલ છે. સતત બદલાતી જતી બેન્કિંગ પદ્ધતિ તેમજ પડકાર રૂપ સમય સામે બેન્કનું બોર્ડ ઓફ ડિરેક્ટર સુસંગત તાલમેલ જાળવી રાખવા સતત શ્રેષ્ઠ પ્રયાસ વડે કાર્યરત છે. આપણી બેંક બેન્કિંગ સેવાથી વિવિધ ક્ષેત્રોમાં પણ કાર્ય શરુ કરેલ છે જેમકે આપણી બેંક માંડવીમાં એકમાત્ર બેન્ક છે, કે જે આપણા ગ્રાહકોને બેંક સ્ટેમ્પ ફ્રેન્કિંગ સર્વિસની સેવા પૂરી પડી રહી છે તેમજ બેંક પોતાના અમુલ્ય સભાસદો અને ગ્રાહકોને એસ.એમ.એસ. બેંકિંગ સેવાઓ તેમજ મિસ્ડ કોલ એલર્ટ સેવા કે જે ખાતેદારો પોતાના મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર કરાવેલ છે તેઓ દ્વારા 9276769000 પર મિસ્ડ કોલ કરવાથી થોડી જ ક્ષણોમાં પોતાના ખાતાની બેલેન્સ મેસેજ દ્વારા પ્રાપ્ત થાય તેવી સેવા પૂરી પાડી રહેલ છે. અહીંથી જ બેંક મેનેજમેન્ટ અટક્યું નથી પરંતુ સતત પ્રયત્નો દ્વારા સમય સમયે આપણા વિસ્તારના લોકો માટે શ્રેષ્ઠ સેવા પૂરી પાડતા જ રહ્યા છીએ. આમ આ ઇ-વર્ઝન આપણી બેન્કની સમૃદ્ધ સેવાઓ રૂપી વ્રુક્ષમાં એક નવું પર્ણ તરીકે વિકસિત થઇ રહ્યું છે..
મિત્રો, મને ગર્વ છે કે બેન્કના મેનેજમેન્ટે વર્ષોથી અમારા મૂલ્યવાન ગ્રાહકોને ગુણવત્તા પૂર્વકની સેવાઓ પૂરી પાડવા માટે ઊંડો રસ દાખવેલ છે. સતત બદલાતી જતી બેન્કિંગ પદ્ધતિ તેમજ પડકાર રૂપ સમય સામે બેન્કનું બોર્ડ ઓફ ડિરેક્ટર સુસંગત તાલમેલ જાળવી રાખવા સતત શ્રેષ્ઠ પ્રયાસ વડે કાર્યરત છે. આપણી બેંક બેન્કિંગ સેવાથી વિવિધ ક્ષેત્રોમાં પણ કાર્ય શરુ કરેલ છે જેમકે આપણી બેંક માંડવીમાં એકમાત્ર બેન્ક છે, કે જે આપણા ગ્રાહકોને બેંક સ્ટેમ્પ ફ્રેન્કિંગ સર્વિસની સેવા પૂરી પડી રહી છે તેમજ બેંક પોતાના અમુલ્ય સભાસદો અને ગ્રાહકોને એસ.એમ.એસ. બેંકિંગ સેવાઓ તેમજ મિસ્ડ કોલ એલર્ટ સેવા કે જે ખાતેદારો પોતાના મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર કરાવેલ છે તેઓ દ્વારા ૦૮૦૩૦૬૩૬૧૦૦ પર મિસ્ડ કોલ કરવાથી થોડી જ ક્ષણોમાં પોતાના ખાતાની બેલેન્સ મેસેજ દ્વારા પ્રાપ્ત થાય તેવી સેવા પૂરી પાડી રહેલ છે. અહીંથી જ બેંક મેનેજમેન્ટ અટક્યું નથી પરંતુ સતત પ્રયત્નો દ્વારા સમય સમયે આપણા વિસ્તારના લોકો માટે શ્રેષ્ઠ સેવા પૂરી પાડતા જ રહ્યા છીએ. આમ આ ઇ-વર્ઝન આપણી બેન્કની સમૃદ્ધ સેવાઓ રૂપી વ્રુક્ષમાં એક નવું પર્ણ તરીકે વિકસિત થઇ રહ્યું છે.
બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી, હું આપ સૌને આપણી બેંક દ્વારા ઉચ્ચતમ સેવાઓ પૂરી પાડવાની ખાતરી આપું છું સાથે શ્રેષ્ઠતા પ્રદાન કરવા સતત પ્રયત્નશીલ રહીશ. આપણી બેંક પાસે ઉત્તમ ગ્રાહક સેવાઓ પૂરી પાડવા માટે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સથી સજ્જ ગુણવત્તાવાળા કર્મચારીગણ છે. મને વિશ્વાસ છે કે, આપણી બેન્કના સેવાઓમાં આ ઇ-વર્ઝન સાથે; આપ સૌ હાઇ-ટેક બેન્કિંગ અનુભવના નવા યુગનો આનંદ માણશો.
બેંક હંમેશા પોતાના ગ્રાહકોના પ્રતિસાદ અને સૂચનો સ્વાગત કરે છે..
શુભેચ્છાઓ સાથે,
શ્રી શાંતિલાલભાઈ પેથાભાઈ પટેલ
(ચેરમેન)© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.
Powered By - Phoenix-IT Park