બેંકનો ઇતિહાસ

     "ધી માંડવી મર્કેન્ટાઇલ કો-ઑપરેટીવ બેંક લિલિ."ના નામે બેંક સહકાર વિભાગ ક્રમાંક સા - ૧૯૩૫ ભુજ કરછ તા.૧૭-૦૬-૧૯૯૫ અંતર્ગત નોંધણી તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત-૧૧૯૦-પી- તા.૨૩-૧૨-૧૯૯૫ માં લાયસન્સ જારી કરવામાં આવેલ હતું. અંતે  બેંકે ૧૩-૧૨- ૧૯૯૬ના રોજ કામકાજ  શરૂ કર્યું હતું.

નિર્દેશકોના લાંબા ગાળાની દીર્ઘ દ્રષ્ટિ, નિષ્ઠાવાન પ્રયત્નો  તેમજ સ્પષ્ટ દ્રષ્ટિકોણના કારણે ૧૯૯૬ના સમયમાં "શૂન્ય" થી અત્યાર સુધીમાં કાર્યક્ષમ બેન્કિંગ અને સમર્પિત ગ્રાહક સેવાઓમાં પ્રશંસનીય લક્ષ્યોને પાર કર્યા છે. આ ૨૪ વર્ષ દરમિયાન, બેન્કની પૂર્ણ ગ્રાહક લક્ષી અભિગમ થકી આશરે ૨૪૦૯૭ ગ્રાહકો બેંક સાથે જોડાયેલ છે. થાપણો ₹ .૬૨.૧૧ કરોડ અને એડવાન્સ ₹.૧૬.૦૧ કરોડનો આંક વટાવી દીધેલ છે. અત્યાર સુધીમાં બેન્કનું નેટ એન.પી.એ.શૂન્ય જળવાઈ રહેલ છે. શેર મૂડી ₹. ૯૧.૫૬ લાખ અને કુલ અનામતો ₹. ૪.૩૬ કરોડ સુધી પહોંચતા બેંક હર્ષની લાગણી અનુભવી રહી છે. જેના પ્રતિબિંબ રૂપે ૩૧ મી માર્ચ, ૨૦૧૮ ના રોજ બેંકનું સી.આર.એ.આર. ૨૩.૩૨ ટકા રહેલ છે જે આરબીઆઇ દ્વારા નક્કી કરેલ ૯ ટકાથી ધણું વધારે છે.

અહીંથી જ આ સફળતા અટકેલ નથી, બેંક તેના મૂલ્યવાન ગ્રાહકોને કાર્યક્ષમ, સમર્પિત અને હાઇ-ટેક સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ધી માંડવી મર્ક કો ઓપ બેંક લી.,સાથેનું બેન્કિંગ અનુભવ આનંદદાયક બની રહેશે. બેંક હંમેશા માંડવીના વ્યાપારીઓની બેંકિંગ જરૂરિયાતોને સંતોષતી રહેશે.

© કોપીરાઇટ 2016 સર્વાધિકાર સુરક્ષિત ધી માંડવી મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ.

Powered By - Phoenix-IT Park